સેન્સેક્સમાં 500 અંકો સુધીનું ગાબડુ જોવા મળ્યુ
Live TV
-
નકારાત્મક વૈશ્વિક સંકેતો અને વિદેશી રોકાણમાં ઘટાડાને કારણે આજે સપ્તાહના ત્રીજા દિવસે સેન્સેક્સની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. આજે સેન્સેક્સમાં 500 અંકો સુધીનું ગાબડુ જોવા મળ્યુ હતુ. જ્યારે નિફ્ટી પણ 140 અંક નીચે આવી ગયો હતો. જેને કારણે બેંકિંગ, ઓટો અને આઈટી સેક્ટરના, શેરોમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો.દિવસ દરમિયાન પાવર ગ્રિડ, NTPC, TCS, HCL ના શેરો, ટોપ ગેનર્સ જ્યારે ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઈ, મારૂતી, ટાટા સ્ટીલના શેયરો ,ટોપ લુઝર્સ સાબિત થયા હતા. દિવસના અંતે સેન્સેક્સ 504 અંક તૂટી ,38 હજાર 593 જ્યારે, નિફ્ટી 148 અંક ઘટી 11 હજાર 440 પર બંધ રહ્યો હતો.