ભારતીય શેરબજારમાં કડાકા બાદ તેજીનો સંચાર
Live TV
-
ભારતીય શૅરબજારોમાં કડાકા જોવા મળ્યા પછી તેજીનો સંચાર પાછો ફર્યો છે. સવારે સેન્સેક્સ 150 પૉઇન્ટના વધારા સાથે ખુલ્યો હતો અને બંધ થતાં સુધી તેજીની ગતિ જાળવી રાખી હતી. સવારે નિફ્ટીમાં પણ 36 પૉઇન્ટનો ઊછાળો નોંધાયો હતો. દિવસના અંતે સેન્સેક્સમાં 337 પૉઇન્ટનો ઊછાળો થઈ 36981 પૉઇન્ટે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 98 પૉઇન્ટનો વધારો થઈ 10,946ની સપાટીએ બંધ રહ્યો હતો. 1565 શૅરોમાં લેવાલી જોવા મળી હતી. 917 શૅરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે 149 શૅરો યથાવત્ રહ્યા હતા. ઑઇલના ભાવો પણ વધ્યા હતા તો રૂપિયો પણ મજબૂત થતો જોવા મળી રહ્યો છે.