ભારતીય શેરબજારમાં તેજી સાથે શરૂઆત
Live TV
-
નિફ્ટીમાં પણ 50 અંકના વધારા સાથે કારોબાર
આજે સપ્તાહની પ્રથમ દિવસે શેરમાર્કેટની શરૂઆત તેજી સાથે થઈ હતી..આજે સેન્સેક્સ શરૂઆતમાં 400 અંક વધીને ખુલ્યો હતો..જ્યારે નિફ્ટીમાં પણ 100 અંકથી વધુનો વધારો જોવા મળ્યો હતો...બપોરે 12 વાગ્યાની સ્થિતિએ સેન્સેક્સ 113 અંકના વધારા સાથે 34,844.76 પર કારોબાર કરી રહ્યો છે..જ્યારે નિફ્ટી 50 અંકના વધારા સાથે 10,295.30 પર કારોબાર કરી રહ્યો છે..બજાજ ફાઈનાન્સ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, ઈન્ડસઈન્ડ બેન્ક અને રિલાયન્સના શેરમાં તેજી જોવા મળી હતી..ટીસીએસ, ઓએનજીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ફોસિસ અને ટાટા સ્ટીલ સહિતના શેરમાં મંદી જોવા મળી રહી હતી..
