સેન્સેક્સ 700 પોઇન્ટના ઉછાળા સાથે 34 હજાર 208 પર બંધ
Live TV
-
સેન્સેક્સ સાતસો પોઇન્ટ ઉછળી 34 હજારની સપાટીને પાર. બસો દસ પોઇન્ટના ઉછાળા સાથે નિફટીએ કુદાવી દસ હજાર અંકની સપાટી.
ભારતીય શેરબજારમાં જાહેર ક્ષેત્રના શેરોની આગેકૂચના પગલે ફુલગુલાબી તેજીનો માહોલ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 700 પોઇન્ટના ઉછાળા સાથે 34 હજાર 208 પર બંધ રહ્યો હતો જ્યારે નિફટીમાં પણ 211 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો.નિફટીનુ 10091 અંક પર ક્લોઝિંગ થયું હતું. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના શેરમાં ત્રણ ટકાનો વધારો જ્યારે પંજાબ નેશનલ બેંકના શેરમાં લેવાલી જોવા મળી હતી. બીજીતરફ રિયલ્ટી કંપનીના શેર પણ ગ્રીનઝોનમાં જોવા મળ્યાં હતાં.
