Skip to main content
Settings Settings for Dark

ભારતીય શેરબજારમાં 'બ્લેક મન-ડે'

Live TV

X
  • ભારતીય શેરબજારમાં 'બ્લેક મન-ડે': સેન્સેક્સ 1 હજાર પોઈન્ટ ગગડ્યો, સોના-ચાંદીમાં પણ મોટો કડાકો

    ભારતીય શેરબજાર માટે સપ્તાહનો પ્રથમ દિવસ ખરા અર્થમાં 'બ્લેક મન-ડે' સાબિત થયો છે. વૈશ્વિક પરિબળો અને ક્રૂડ ઓઈલના ભાવોમાં થયેલા વધારાની સીધી અસર સ્થાનિક બજાર પર જોવા મળી છે, જેના કારણે રોકાણકારોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

    ક્રૂડ ઓઈલના ભાવોમાં ભડાકાને કારણે ભારતીય શેરબજારમાં ભારે વેચવાલી જોવા મળી છે. સેન્સેક્સ 1 હજાર પોઈન્ટથી વધુ ઘટીને 73000ની સપાટીની નીચે પહોંચી ગયો છે, જ્યારે નિફ્ટી પણ 23000ની નીચે કારોબાર કરી રહ્યો છે.

    બેન્કિંગ ક્ષેત્રના અગ્રણી શેરો જેમ કે HDFC અને SBI ના શેરોમાં સૌથી વધુ ઘટાડો નોંધાયો છે, જેના કારણે માર્કેટ પર દબાણ વધ્યું છે.

    શેરબજારની સાથે-સાથે કોમોડિટી માર્કેટમાં પણ ધાતુ બજારમાં મોટો કડાકો બોલાયો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 10 ગ્રામ સોનાનો ભાવ 2500 પોઈન્ટ ઘટીને 1 લાખ 48 હજાર રૂપિયા અને 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 6 હજાર રૂપિયા ઘટીને 2 લાખ 29 હજાર રૂપિયા પર પહોંચી ગયો છે.

    વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ વધીને પ્રતિ બેરલ 106.59 ડોલર થયો છે. જ્યારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 17 પૈસા ગગડીને 95.94 ના સ્તરે પહોંચ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
apply