ભારતીય શેરબજારમાં સામાન્ય તેજી, IT શેરોમાં ઉછાળો
Live TV
-
ભારતીય શેરબજારમાં સામાન્ય તેજી, IT શેરોમાં ઉછાળો
ભારતીય શેરબજારમાં આજે (ગુરુવાર, ડિસેમ્બર 4, 2025) સામાન્ય વધારો જોવા મળી રહ્યો છે. બજારમાં સકારાત્મક માહોલ વચ્ચે મુખ્ય ઈન્ડેક્સ ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.
શેરબજારની સ્થિતિ
BSE સેન્સેક્સ: સેન્સેક્સ 193 પોઈન્ટના વધારા સાથે 85,200ની નજીક કારોબાર કરી રહ્યો છે.
નિફ્ટી: નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 26,000ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
સેક્ટરલ પ્રદર્શન: આજે બજારમાં આઈટી (IT) શેરોમાં દોઢ ટકાનો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે, જે બજારને ટેકો આપી રહ્યો છે.
MCX પર 10ગ્રામ સોનાનો ભાવ 162 રુપિયા ઘટી 1 લાખ 30 હજાર જયારે 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ 290 રુપિયા વધી 1 લાખ 82 હજાર પર પહોંચ્યો છે. તો ડોલર સામે રુપિયો સૌથી નીચા 90.43ના સ્તરે પહોંચ્યો છે.
