ભારતીય શેરબજારોમાં મોટો કડાકો
Live TV
-
માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ 412 અંક ઘટીને 36,920 પર રહ્યો
ભારતીય શેરબજારોમાં આજે શરૂઆતથી જ ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ 412 અંક ઘટીને 36,920 પર રહ્યો હતો. જયારે નિફ્ટી 127 અંક ઘટીને 10,895 પર કારોબાર કરી રહ્યો હતો.આઈઓસી, ટાટા મોટર્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડિયાબુલ્સ એચએસજી, આઈસીઆઈસીઆઈ બેન્કના શેરોમાં મંદી જોવા મળી રહી છે.
જ્યારે એચસીએલ ટેક, ટીસીએસ, હીરો મોટોકોર્પ, ઈન્ફોસિસના શેરોમાં તેજી જોવા મળી રહી છે. હાલમાં પણ સેન્સેકસ ચારસો પોઇન્ટની આસપાસના ઘટાડા સાથે ચાલી રહ્યો છે.