ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, રિયલ્ટી શેરમાં ઉછાળો જોવા મળ્યો
Live TV
-
ભારતીય શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું, રિયલ્ટી શેરમાં ઉછાળો જોવા મળ્યો
આજે ગુરુવારે શેરબજાર ઉછાળા સાથે ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ સેન્સેક્સ 0.26% અથવા 219 પોઇન્ટના વધારા સાથે 81,669 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 શેર લીલા નિશાન પર અને 5 શેર લાલ નિશાન પર હતાં.
ફ્ટીના 50 શેરોમાંથી 42 શેર લીલા નિશાન ઉપર
તેજ સમયે નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી 0.33% અથવા 82 પોઇન્ટના વધારા સાથે 25,064 પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો. શરૂઆતના ટ્રેડિંગમાં નિફ્ટીના 50 શેરોમાંથી 42 શેર લીલા નિશાન પર અને 8 શેર લાલ નિશાન પર હતાં. નિફ્ટી શેર્સમાં ગુરુવારે સવારે સૌથી વધુ વધારો લાર્સન એન્ડ ટુબ્રો 1.32%, NTPC 1.08 %, હિન્દાલ્કો 1.07%, BEL 1.04% અને એક્સિસ બેન્ક 0.97% વધ્યો હતો. તેજ સમયે સૌથી વધુ ઘટાડો ટાટા મોટર્સમાં 1.45%, અદાણી એન્ટરપ્રાઇઝમાં 1.12%, અપોલો હોસ્પિટલ 0.34%, ઇન્ફોસિસ 0.30% અને એચયુએલમાં 0.16% જોવા મળ્યો હતો.
નિફ્ટી રિયલ્ટીમાં સૌથી વધુ 1.10% નો વધારો
સ્થાનિક ઇન્ડેક્સની વાત કરીએ તો ગુરુવારે નિફ્ટી રિયલ્ટીમાં સૌથી વધુ 1.10% નો વધારો જોવા મળ્યો હતો. આ ઉપરાંત નિફ્ટી બેન્કમાં 0.15%, નિફ્ટી ઓટોમાં 0.41%, નિફ્ટી ફાઇનાન્શિયલ સર્વિસિસમાં 0.23%, નિફ્ટી એફએમસીજીમાં 0.22%, નિફ્ટી આઇટીમાં 0.11 %, નિફ્ટી મીડિયામાં 0.50%, નિફ્ટી મેટલમાં 0.50 %, નિફ્ટી પીએસયુ બેન્કમાં 0.06%, નિફ્ટી પ્રાઇવેટ બેન્કમાં 0.27%, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ 0.92%, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસમાં 0.64 % અને નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેરમાં 0.07 %નો વધારો જોવા મળ્યો હતો. આ સિવાય નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સમાં 0.21% અને નિફ્ટી ફાર્મામાં 0.11 %નો ઘટાડો જોવા મળ્યો હતો.