Skip to main content
Settings Settings for Dark

હરિયાણામાં ભાજપની જીતથી બજારને ટેકો મળ્યો, ફાર્મા અને હેલ્થકેર સ્ટોક્સમાં તેજી જોવા મળી

Live TV

X
  • નિફ્ટીમાં 25,100, 25,200 અને 25,300 ની મહત્વપૂર્ણ સપાટી છે

    ભારતીય શેરબજાર તેજી સાથે ખુલ્યું હતું. બજારમાં ચોતરફ ખરીદી જોવા મળી રહી છે. સવારે 9:32 વાગ્યે Sensex  119 પોઈન્ટ અથવા 0.14% ના ઉછાળા સાથે 81,754 પર હતો અને નિફ્ટી 48 પોઈન્ટ અથવા 0.19% ના ઉછાળા સાથે 25,061 પર હતો. બજારનો ટ્રેન્ડ સકારાત્મક રહ્યો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર 1,855 શેર લીલા અને 396 શેર લાલ રંગમાં હતાં.

    હાલમાં, NTPC, HUL, L&T અને ICICI બેંક ટોપ લુઝર 

    Sensex  પેકમાં ટાટા મોટર્સ, મારુતિ સુઝુકી, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક, બજાજ ફાઇનાન્સ, એસબીઆઈ, વિપ્રો, ભારતી એરટેલ, એશિયન પેઇન્ટ્સ, બજાજ ફિનસર્વ, એક્સિસ બેંક, ટીસીએસ અને ઇન્ફોસિસ ટોચના ગેનર જોવા મળી રહ્યા છે. ITC, નેસ્લે, રિલાયન્સ, JSW સ્ટીલ, કોટક મહિન્દ્રા બેંક, NTPC, HUL, L&T અને ICICI બેંક ટોપ લુઝર હતાં. 

    નિફ્ટીમાં 25,100, 25,200 અને 25,300 ની મહત્વપૂર્ણ સપાટી છે

    એશિયાના બજારોમાં મિશ્ર કારોબાર થઈ રહ્યો છે. ટોક્યો અને બેંગકોકના બજારો તેજીમાં છે. જ્યારે શાંઘાઈ, હોંગકોંગ, જકાર્તા અને સિઓલના બજારો લાલ નિશાનમાં છે. અમેરિકન શેરબજારો મંગળવારે લીલા નિશાનમાં બંધ થયા હતાં. સ્ટોકકાર્ટના કન્સલ્ટન્ટ સાગર શિંદેએ જણાવ્યું હતું કે મંગળવારના સત્રમાં બજારમાં રિકવરી છતાં નિફ્ટી અને Sensex  બંને ટૂંકા ગાળાની સરેરાશથી નીચે છે. નિફ્ટીમાં 25,100, 25,200 અને 25,300 મહત્વપૂર્ણ સાપાટી છે. બજાર આ સ્તરોની આસપાસ ઘટી શકે છે.

    મોનેટરી પોલિસીમાં રેપો રેટમાં ઘટાડો થવાની આશા

    બજારના જાણકારોનું કહેવું છે કે હરિયાણામાં ભાજપની જીતથી બજારને ટેકો મળ્યો છે. RBI MPC માં નાણાકીય નીતિના વલણને એકોમોડેશનથી ન્યુટ્રલ રાખવાની અપેક્ષાએ પણ બજારને વેગ મળ્યો છે. જોકે ખાદ્ય ફુગાવાના કારણે આજે આવનારી મોનેટરી પોલિસીમાં રેપો રેટમાં ઘટાડો થવાની આશા ઓછી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
apply