ભારતીય શેરબજાર માટે ઐતિહાસિક દિવસ રહ્યો
Live TV
-
ટાટા કન્સલટન્સી સર્વિસ 100 મિલિયન ડોલર માર્કેટ કેપિટલનો આંકડો પાર કરનાર પહેલી ભારતીય ટેકનોલોજી કંપની બની.
આજે ભારતીય શેરબજાર માટે ઐતિહાસિક દિવસ રહ્યો હતો. ટાટા કન્સલટન્સી સર્વિસ 100 મિલિયન ડોલર માર્કેટ કેપિટલનો આંકડો પાર કરનાર પહેલી ભારતીય ટેકનોલોજી કંપની બની ગઈ છે. આ પૂર્વે વર્ષ 2007 માં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલ 100 મિલિયન આંકને વટાવી ગયું હતું. આજે TCS ના શેરના ભાવ 4.6 ટકા વધીને રૂપિયા 3,557.9 ની વિક્રમી સપાટીએ પહોંચ્યા હતા. આ સાથે જ TCS એ એક્સચેન્ચર કંપનીના 98 બિલિયન ડોલરના માર્કેટ કેપને પાછળ રાખી દીધો હતો. દિવસ દરમિયાન બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. દિવસના અંતે સેન્સેક્સ 35 અંકના વધારા સાથે 34 હજાર 450 અંક પર જ્યારે નિફટી 20 અંકના ઉછાળા સાથે 10 હજાર 585 ની સપાટીએ બંધ રહ્યો હતો.