આર્થિક વિકાસદર 7.5%થી ઉપર રહેશેઃ રાજીવકુમાર
Live TV
-
ચાલુ નાણાંકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસદર 7.5% સુધી પહોંચી શકે છે.
નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમારનું કહેવું છે કે, ચાલુ નાણાંકીય વર્ષમાં દેશનો આર્થિક વિકાસદર 7.5% સુધી પહોંચી શકે છે. તેમના કહેવા પ્રમાણે આર્થિક વિકાસદર માટે તેનું મુખ્ય કારણ રોકાણની નીતિમાં સુધારો, ઉદ્યોગની ક્ષમતાનો પૂરો ઉપયોગ છે.
વધુમાં રાજીવકુમારે શનિવારે સલાહ આપતાં ઉમેર્યું હતું કે, સરકારે છેલ્લાં 46 મહિનામાં કરેલી સુધારાની પહેલને એકજૂથ અને મજબૂત કરવા ઉપર ધ્યાન આપવાની જરૂર છે. આર્થિક વાતાવરણ બહુ જ સકારાત્મક છે.