Skip to main content
Settings Settings for Dark

પ્રથમવાર જીએસટીનું કલેક્શન 1 લાખ કરોડને પાર

Live TV

X
  • પહેલી વખત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નું કલેક્શન 1 મહિનામાં 1 લાખ કરોડને પાર પહોંચ્યું છે.

    પહેલી વખત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)નું કલેક્શન 1 મહિનામાં 1 લાખ કરોડને પાર પહોંચ્યું છે. એપ્રિલ 2018માં GST કલેક્શન 1 લાખ કરોડ રૂપિયાના આંકડાને પાર કરી ગયું છે. નાણાં મંત્રાલયના તરફથી જણાવ્યા અનુસાર, એપ્રિલમાં કુલ GST કલેક્શન રૂ.1,03,458 કરોડ થયું છે. પ્રથમવાર GST કલેક્શન આટલા અંત સુધી પહોંચ્યું છે.

    નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, એપ્રિલ દરમિયાન દેશમાં કુલ રૂ.1,03,458 કરોડનો GST વસુલ થયો છે. તેમાં રૂ.18,652 કરોડ કેન્દ્રીય જીએસટી (CGST), રૂ. 25,704 કરોડ રાજ્યનો જીએસટી (SGST) અને રૂ.50,548 કરોડ ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST)ના છે. તે ઉપરાંત રૂ.8,558 કરોડનો સેસ પણ એકત્ર થયો છે. દેશમાં જીએસટીને લાગુ થયે 10 મહિના વીતી ચૂક્યા છે અને 10 મહિના દરમિયાન ક્યારેય પણ જીએસટીની વસૂલાત 1 લાખ કરોડ રૂપિયાને પાર થઇ નથી. જો કે સરકારને આગામી સમયમાં આ આંકડો પણ પાર થાય તેવી આશા રહેલી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply