ભારે ઉછાળા બાદ સેન્સેક્સ 16 અંકના ઉછાળા સાથે બંધ
Live TV
-
કોટક મહિન્દ્રા બેંક 3.78 %, આઈટીસી લી. 2.06 %, એશિયન પેઇન્ટ્સ 1.71 %, એચડીએફસીમાં 1.45 %નો ઉછાળો જોવા મળ્યો જ્યારે વેદાન્તા 5.03 %, એચસીએલ ટેક્નોલોજી 4.96 %, ટાટા સ્ટીલ 3.44 %, હિન્દાલ્કોમાં 3.23 % ઘટાડા સાથે બંધ રહ્યા
વૈશ્વિક રોકાણના સારા સંકેતોને પગલે બુધવારે બીએસઇ સેન્સેક્સ તેજી સાથે આગળ વધ્યો હતો અને બજાર ખૂલતા જ સેન્સેક્સ 168.55 પોઇન્ટ વધીને 35, 328ને પાર થઈ ગયો હતો જ્યારે નિફ્ટી 44.50 પોઇન્ટ વધીને 10, 783ની સપાટીએ ખૂલ્યો હતો. જો કે જ્યારે બજાર બંધ થયા ત્યારે સેન્સેક્સ નજીવા વધારા સાથે લીલા નિશાનમાં 16 પોઇન્ટ વધીને 35, 177ની સપાટીએ તેમજ નિફ્ટી 21 પોઇન્ટ ઘટીને 10, 717ની સપાટીએ બંધ થયો હતો.