કેબિનેટ બેઠકઃ હરિત ક્રાંતિ યોજના માટે 33 હાર 273 કરોડની ફાળવણી થશે
Live TV
-
સાથે જ પ્રતિ ક્વિન્ટલ શેરડી ક્રશ કરવાના 5. 50 રૂપિયા સીધા ખેડૂતોને આપવાની પણ જાહેરાત કરી હતી.
આજે મળેલી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેબિનેટે લીધેલા નિર્ણય મુજબ ખેડૂતોની આવક બે ગણી કરવા માટે 11 જુદી જુદી યોજનાઓનો હરિત ક્રાંતિ કૃષિ ઉન્નતિ યોજના અંતર્ગત સમાવેશ કરવામાં આવ્યો છે અને આ યોજના માટે વર્ષ 2018-19 માટે 33 હજાર 273 કરોડની ફાળવણી પણ કરવામાં આવશે.
સાથે જ પ્રતિ ક્વિન્ટલ શેરડી ક્રશ કરવાના 5. 50 રૂપિયા સીધા ખેડૂતોને આપવાની પણ જાહેરાત કરી હતી. આ ઉપરાંત નવી દિલ્લીના નઝફગઢમાં બનનારી 100 બેડની હોસ્પિટલને પણ કેબિનેટે મંજૂરી આપી છે.
કેબિનેટે અલ્પસંખ્યક લોકો માટે પછાત જિલ્લાઓમાં પ્રધાનમંત્રી જનવિકાસ યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે સાથે સાથે ગુવાહાટી, ચેન્નઈ અને લખનૌના એરપોર્ટ અપગ્રેડેશનને પણ મંજૂરી આપવામાં આવી છે. તો પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાને 2019-20 સુધી લંબાવવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હતો.