Skip to main content
Settings Settings for Dark

ડિજિટલ પેમેન્ટ પર મળશે 2 ટકાનો ફાયદોઃ નાણામંત્રી અરૂણ જેટલી

Live TV

X
  • મોદી સરકાર સતત કેશલેસ લેવડ-દેવડને પ્રોત્સાહન આપવા માટે પગલા ભરી રહી છે.

    જીએસટી પરિષદની બેઠક પૂર્ણ થઈ ગઈ છે. નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે કેશલેસ લેવડ દેવડ કરવા પર 2 ટકાની છૂટ મળશે. પરંતુ આ છૂટ વધુમાં વધુ 100 રૂપિયાની મળશે. નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવ્યું કે, ખાંડના  ઉત્પાદન પર સેસ લગાવવા પર વિચાર કરવામાં આવશે. તે માટે મંત્રીઓનો એક સમૂહ બનાવવા પર સહમતી બની છે. 

    મહત્વનું છે કે મોદી સરકાર સતત કેશલેસ લેવડ-દેવડને પ્રોત્સાહન આપવા માટે પગલા ભરી રહી છે. જીએસટી પરિષદ તરફથી ડિજિટલ ટ્રાંઝેક્શન પર બે ટકા છૂટ આપવી આ પહેલનો ભાગ છે. 

    જીએસટી પરિષદની આ 27મી બેઠક પહેલા તે આશા વ્યક્ત કરવામાં આવી હતી કે પરિષદ ચીની પર 2 ટકા સેસ લગાવી શકાય છે. પરંતુ હાલમાં તેના પર કોઈ નિર્ણય લેવાયો નથી. 
    પરિષદ સેસ લગાવવા પર વિચાર કરવા માટે મંત્રીઓના સમૂહનું ગઠન કરશે. મહત્વનું છે કે જીએસટી પરિષદની 27મી બેઠક વીડિયો કોન્ફરન્સના માધ્યમથી થઈ. 

    આ દરમિયા નાણામંત્રીએ જણાવ્યું કે જીએસટીના પ્રથમ વર્ષમાં જીએસટી કલેક્શન સારૂ રહ્યું. તેમણે જાણકારી આપી કે જીએસટી પરિષદના તમામ સભ્યોએ જીએસટીના પ્રથમ વર્ષના થયેલા કલેક્શનને લઈને ખુશી વ્યક્ત કરી છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 30-11-2024 Max Temp : °C Min Temp : °C
apply