ભારત એશિયામાં ઝડપથી વિકસતું અર્થતંત્ર છેઃ IMF
Live TV
-
આઈએમએફે એશિયા એન્ડ પેસિફિક રિજનલ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં ભારતીય અર્થતંત્ર પર વિશ્વાસ મૂક્યો છે.
અર્થતંત્રના મોરચે કેન્દ્ર સરકાર માટે સારા સમાચાર છે. આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે IMF (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) એ કહ્યું છે કે, એશિયામાં ભારત 2018માં ઝડપી વિકસતું અર્થતંત્ર સાબિત થશે.
આ દરમિયાન વિકાસદર 7.4 ટકા રહેશે. આ ઉપરાંત 2019માં વિકાસદર 7.8 ટકાએ પહોંચી જવાનો પણ અંદાજ છે. આઈએમએફે એશિયા એન્ડ પેસિફિક રિજનલ ઇકોનોમિક આઉટલુક રિપોર્ટમાં ભારતીય અર્થતંત્ર પર વિશ્વાસ મૂક્યો છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે, ભારત હવે નોટબંધી અને જીએસટીની અસરમાંથી બહાર આવી રહ્યું છે અને ફૂગાવા પર લગામ કસવામાં પણ હવે ઘણી સફળતા મળશે.