ભારતીય શેરબજાર લીલા નિશાન પર ખુલ્યું, મીડિયા અને ફાર્મા શેરોમાં ઉછાળો
Live TV
-
છેલ્લા ટ્રેડિંગ દિવસે અમેરિકન શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું
આજરોજ ભારતીય શેરબજાર લીલા રંગમાં ખુલ્યું હતું. શરૂઆતના કારોબારમાં મીડિયા અને ફાર્મા સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. સેન્સેક્સ 0.41 ટકાના વધારા સાથે 79,369.57 પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 0.44 ટકાના વધારા સાથે 24,019 પર ટ્રેડ કરી રહ્યો હતો. શરૂઆતમાં બજારનો ટ્રેન્ડ સકારાત્મક રહ્યો હતો. NSE પર 1,345 શેર લીલા નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે 876 શેર લાલ નિશાનમાં જોવા મળ્યા હતા.
છેલ્લા ટ્રેડિંગ દિવસે અમેરિકન શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું
નિફ્ટી બેંક 0.43 ટકાના વધારા સાથે 52,131.30 પર કારોબાર કરી રહ્યો હતો. નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સ 97.20 પોઈન્ટના વધારા સાથે 56,397.95 ની સપાટીએ પહોંચ્યો છે. નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 73.85 પોઇન્ટ વધીને 18,585.40 પર ટ્રેડ કરી રહ્યો હતો. સેન્સેક્સમાં સન ફાર્મા, અદાણી પોર્ટ્સ, M&M, ભારતી એરટેલ, L&T, બજાજ ફાઇનાન્સ, ટાઇટન અને HCL ટેક ટોપ ગેઇનર રહ્યા છે. જ્યારે પાવર ગ્રીડ, ITC, TCS, મારુતિ, ટાટા સ્ટીલ અને ટેક મહિન્દ્રા ટોપ લુઝર રહ્યા હતા.
સિયોલ અને જાપાનના બજાર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા
એશિયાઈ બજારોમાં ચીન અને હોંગકોંગના શેરબજાર લીલા નિશાન જોવા મળ્યા હતા. જ્યારે બેંગકોક, જકાર્તા, સિયોલ અને જાપાનના બજાર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. છેલ્લા ટ્રેડિંગ દિવસે અમેરિકન શેરબજાર લાલ નિશાનમાં બંધ થયું છે. બીજા ત્રિમાસિકગાળામાં જીડીપીના આંકડા અને એશિયાના બજારોના વલણો સ્થાનિક બજારની દિશા નક્કી કરી શકે છે. આ ઉપરાંત વિદેશી રોકાણકારો બે દિવસ ચોખ્ખી લેવાલી કર્યા પછી ગઈકાલે રૂ.11,756 કરોડની વેચવાલી કરી હતી.