ભારતીય શેરમાર્કેટમાં તેજી, સન્સેક્સ 565 પોઈન્ટ વધીને પહોંચ્યો 54,400ની નજીક
Live TV
-
આજે સવારે માર્કેટ ખુલતા સેન્સેક્સ 565 અંક વધી 54,385 પર કારોબાર કરતો જોવા મળ્યો
ભારતીય શેરબજારોમાં આજે ફરી તેજી જોવા મળી રહી છે. આજે સવારે માર્કેટ ખુલતા સેન્સેક્સ 565 અંક વધી 54 હજાર , 385 પર કારોબાર કરતો જોવા મળ્યો. જ્યારે નિફ્ટી 110 અંક વધી 16 હજાર ,241 પર કારોબાર કરતો જોવા મળ્યો છે. HDFC, ટાટા સ્ટીલ, ICICI બેન્ક, ડો.રેડ્ડી લેબ્સ, કોટક મહિન્દ્ર સહિતના શેરમાં તેજી જોવા મળી રહી છે. HDFC 3.20 ટકા વધી 2000, 635.55 પર કારોબાર કરી રહ્યો છે, જ્યારે ટાટા સ્ટીલ 2.09 ટકા વધી 1 હજાર 436.45 પર કારોબાર કરી રહ્યો છે. જોકે ભારતી એરટેલ, નેસ્લે, સન ફાર્મા, ટાઈટન કંપની, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. સવારે 11 કલાકે સેન્સેક્સમાં , 430 અંકના વધારા સાથે કારોબાર જોવા મળી રહ્યો છે.
