ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો
Live TV
-
સેન્સેક્સમાં 900 પોઈન્ટનો ઘટાડો જ્યારે નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઘટાડો
ભારત-પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં કડાકો જોવા મળ્યો.કારોબારી સપ્તાહના છેલ્લા દિવસ એટલે કે આજ રોજ શેરબજારનો મુખ્ય સૂચકાંક ઘટાડા સાથે બંધ થયો.સેન્સેક્સ 900 પોઈન્ટ ઘટીને 79,400ના સ્તરે ટ્રેડ થયો.નિફ્ટીમાં પણ 300 પોઈન્ટનો ઘટાડો થયો છે. નિફ્ટી 24,000 પર ટ્રેડ. આજે ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સમાં લિસ્ટેડ કંપનીઓમાં ટાઇટન કંપની, લાર્સન, ટાટા મોટર્સ, એસબીઆઈ અને એશિયન પેઇન્ટ્સના સ્ટોક ટોપ ગેઈનરમાં સામેલ હતા. જ્યારે પાવર ગ્રીડ કોર્પ, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, આઈસીઆઈસીઆઈ બેંક અને અદાણી પોર્ટ્સના સ્ટોક ટોપ લૂઝરમાં સામેલ હતા.
