ભારત-પાક યુદ્ધ વિરામથી શેરબજારમાં જોરદાર ઉછાળો, સેન્સેક્સ 1900 પોઈન્ટને પાર
Live TV
-
સેન્સેક્સ નિફ્ટી રોકેટ બન્યા છે. સેન્સેક્સમાં 2200 જ્યારે નિફ્ટીમાં 700 આંકથી વધુનો ઉછાળો નોંધાયો હતો. રિયલ્ટી અને મેટલના શેરમાં મોટાપાયે ખરીદી - સોનામાં 2400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો.
ભારત-પાકિસ્તાન યુદ્ધ વિરામને પગલે ભારતીય શેરબજારમાં ફુલ ગુલાબી તેજી જોવા મળી રહી છે. સોમવારે સેન્સેક્સમાં 2200 આંક જ્યારે નિફ્ટીમાં 700 આંકની તેજી જોવા મળી રહી છે. હાલ સેન્સેક્સ 2 હજાર 265ના વધારા સાથે 81 હજાર 719ની આસપાસ જ્યારે નિફ્ટી 700 અંકના વધારા સાથે 24 હજાર 708ની આસપાસ કારોબાર કરી રહ્યો છે. કારોબારમાં સોમવારે રિયલ્ટી અને મેયલના શેરમાં સૌથી વધુ ખરીદી જોવા મળી હતી. ઉપરાંત સોમવારે અદાણી પોર્ટસ, જીયો ફાઈનાન્સ, શ્રી રામ ફાઈનાન્સના શેર ટોપ ગેનર્સ જ્યારે સન ફાર્મા, ઈન્ડસઈન્ડ બેંક ટોપ લુઝર્સ રહ્યા. તો બીજી તરફ કોમોડિટીઝ માર્કેટની વાત કરવામાં આવે તો સોમવારે સોનું 2500 રૂપિયા તૂટી 93 હજાર 991 જ્યારે ચાંદી પણ 540 રૂપિયા ઘટી 96 હજાર 190ની આસપાસ કારોબાર કરી રહી છે.
શેરબજારમાં સતત બાહ્ય ઉથલપાથલ વચ્ચે અર્થતંત્રમાં જબરદસ્ત વૃદ્ધિ
વિશ્લેષકોના મતે, ભારતના બજારો અને અર્થતંત્રમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે, જેને સતત બાહ્ય ઉથલપાથલ અને ભૂ-રાજકીય તણાવથી આગળ વધવામાં એક મોટી સફળતા તરીકે જોવામાં આવે છે.
