મેક ઈન ઈન્ડિયા અંતર્ગત ભારતમાં બનશે લડાકૂ જેટ વિમાન, અમેરિકાની કંપનીએ ભારતને કરી ઓફર
Live TV
-
F-16 જેટ વિમાનોનું ઉત્પાદનની એક્સક્લુઝીવ યુનિટ શરૂ કરવાની યોજના
દુનિયાના સૌથી શક્તિશાળી લડાકૂ વિમાનો પૈકી એક એફ-16 જેટ ટૂંકમાં મેક ઈન ઈન્ડિયાનો ભાગ બની શકે છે..લડાકૂ વિમાનો બનાવનારી દુનિયાની લીડિંગ કંપની લૉકહીડ માર્ટિને ભારત સમક્ષ આ પ્રસ્તાવ મૂક્યો છે અને કહ્યુ કે કે તે ભારતમાં એફ-16 જેટનું પ્રોડક્શન યુનિટ સ્થાપિત કરવાની યોજના બનાવી રહ્યુ છે..જેથી દેશને પોતાની ઓપરેશનલ જરૂરિયાતો સાથે મેક ઈન ઈન્ડિયાના અભિયાનને મજબૂત કરવામાં મદદ મળશે.અમેરિકાની એરોસ્પેસ અને ડિફેન્સ કંપનીએ એફ-16 જેટ વિમાનનું પ્રોડક્શન યુનિટ માટે ઓફર કરી છે..લૉકહીડ માર્ટિનના વાઈસ પ્રેસિડેન્ટે વિવેક લાલે કહ્યુ કે અમારી આંતરરાષ્ટ્રીય લડાકૂ વિમાનની ઉત્પાદન ક્ષેત્રમાં બે નવા શબ્દ ઈન્ડિયા અને એક્સક્લુઝીવ જોડવાની યોજના છે..