નવી દિલ્હીમાં વિશ્વ વેપાર સંગઠનની બેઠકમાં 52 દેશ વચ્ચે મંથન
Live TV
-
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ આજે વિશ્વ વેપાર સંગઠનના પ્રતિનિધિઓનું અનૌપચારિક મંત્રી બેઠકમાં સ્વાગત કર્યું.
વિશ્વ વેપાર સંગઠનની સૌથી મોટી અનૌપચારિક મંત્રી બેઠક આજે નવી દિલ્હીમાં શરૂ થઈ હતી. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનના ડિરેક્ટર જનરલ રોબર્ટો એઝવેદો સહિતના 52 દેશોના પ્રતિનિધિમંડળે આ બેઠકમાં ભાગ લીધો છે. બેઠકમાં ભાગ લેનારા 27 દેશોના પ્રતિનિધિઓમાં મંત્રી અને નાયબ મંત્રીનો સમાવેશ થાય છે.
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુએ પ્રતિનિધિઓનું સ્વાગત કર્યું અને એવી આશા વ્યક્ત કરી કે બેઠકમાં ભાગ લેનારા દેશોને મુક્ત અને સમજાવી શકાય તેવી ચર્ચાઓમાં ભાગ લેવાની તક મળશે. પ્રતિનિધિમંડળના તમામ સભ્યોએ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીની બેઠકનું આયોજન અને વિશ્વ વેપાર સંગઠનમાં કામ કરવા માટે રાજકીય માર્ગદર્શન આપવાની પહેલની પ્રશંસા કરી હતી.
બેઠકમાં સમગ્ર દિવસ દરમિયાન અનૌપચારિક ચર્ચા ચાલુ રહેશે. મીટિંગમાં ભાગ લઈ રહેલા પ્રતિનિધિઓ વિશ્વ વેપાર સંગઠનમાં વ્યાપક સુધારાના વિકલ્પ શોધી કાઢશે. ચેરમેન તરીકે ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીવતી ચર્ચાઓના સારાંશની રજૂઆત સાથે બેઠક પૂર્ણ થશે.