Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય કૃષિ બજાર (ઈ-નામ)એ 4 વર્ષ પૂર્ણ કર્યા

Live TV

X
  • 16 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 585 બજારો સુધીની પહોંચ, ટૂંક સમયમાં નવા 415 બજારો પણ જોડશે, ઈ-નામ બજારોની કુલ સંખ્યા 1000 થશે

     

    રાષ્ટ્રીય કૃષિ બજાર (ઈ-નામ)એ પોતાની કામગીરીના 4 વર્ષ પૂરા કરી લીધા છે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે ઈ-નામ એકૃષિ બજારમાં એક નવીન પહેલ છે કે જે ખેડૂતોની ડિજિટલ પહોંચને અનેક બજારો અને ગ્રાહકો સુધી ડિજિટલ રૂપમાં પહોંચાડે છે અને કિંમતોમાં સુધારો કરવાના આશય સાથે વેપારી લેવડદેવડમાં પારદર્શકતા લાવવાનું કામ કરે છે તેમજ ગુણવત્તા મુજબ કિંમત અને કૃષિ ઉત્પાદનોની માટે ‘એક રાષ્ટ્ર-એક બજાર’ના ખ્યાલને પણ વિકસિત કરે છે.

    ખેડૂતોની માટે કૃષિ ઉત્પાદનોના વેચાણને સરળ બનાવવાની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને 14 એપ્રિલ 2016ના રોજ 21 બજારોની સાથે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઈ-નામની શરૂઆત કરવામાં આવી હતી કે જે આજે 16 રાજ્યો અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 585 બજારો સુધી પહોંચી ગઈ છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે વધારાના 415 બજારોને પણ ઈ-નામ (e-NAM) અંતર્ગત જોડવામાં આવી રહ્યા છે કે જે ટૂંક સમયમાં જ ઈ-નામ બજારોની સંખ્યાને 1000 સુધી લઇ જશે.

    કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી તોમરે જણાવ્યું કે આ વર્તમાન કોવીડ-19 લોકડાઉન દરમિયાન મંત્રાલયે જથ્થાબંધ બજારોમાં ભીડ ઓછી કરવા અને પુરવઠા શ્રુંખલાની વ્યવસ્થિત ગોઠવણી કરવા માટે અનેક પગલાઓ લેવામાં આવ્યા છે જેમાં ઈ-નામ અંતર્ગત હમણાં તાજેતરમાં જ શરુ કરવામાં આવેલ મોડ્યુલનો સમાવેશ થાય છે:વેર હાઉસ આધારિત ટ્રેડીંગ મોડ્યુલ ખેડૂતોને પોતાના ઉત્પાદનોને WDRA દ્વારા નોંધણી પામેલા ભંડારોમાંથી વેચવા માટે સક્ષમ બનાવે છે જે ડીમ્ડ બજારના રૂપમાં સૂચિત કરવામાં આવેલ છે.

    એફપીઓ ટ્રેડીંગ મોડ્યુલ, એફપીઓને ઈમેજ/ ગુણવત્તાના માપદંડોની સાથે સંગ્રહ કેન્દ્રોમાંથી ઉત્પાદન અપલોડ કરવામાં સક્ષમ બનાવે છે અને બજારોમાં ગયા વિના જ બોલીની સુવિધા પણઉપલબ્ધ કરાવે છે જેનાથી તેમના ઉત્પાદનોને વેચવા માટે તેમને લાગતો આવવા-જવાનો ખર્ચ અને બીજી તકલીફો ઓછી થશે.
    આ પ્રયાસ કોવીડ-19 લોકડાઉન દરમિયાન ખેડૂત/ FPO/ સહકારી સમિતિઓને રાહત પૂરીપાડશે. આ ઓનલાઈન પ્લેટફોર્મ ભારતમાં કૃષિ બજારમાં સુધારો કરવા માટે એક વિશાળ હરણફાળ સાબિત થશે. કૃષિ ક્ષેત્રમાં ઈ-નામની સિદ્ધિઓઆગળ પડતી અને ક્રાંતિકારી રહી છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ ઓનલાઈન પ્લેટફોર્મ ભારતમાં કૃષિ બજારમાં સુધારો કરવા માટે એક મોટી હરણફાળ સાબિત થશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply