Skip to main content
Settings Settings for Dark

લોકડાઉન બાદ ઉદ્યોગોને મળશે સરકાર તરફથી પૂર્ણ સહકાર : કેન્દ્રિય મંત્રી નિતિન ગડકરી

Live TV

X
  • કેન્દ્રિય મંત્રી  નિતિન ગડકરીએ ઉદ્યોગને હાલના સંકટને પડકાર અને તક તરીકે જોવાની હાકલ કરી હતી

    કોરોના વાયરસના કારણે કેન્દ્ર સરકાર તરફથી 3 મે સુધી લોકડાઉન વધારવાનો નિર્ણય કર્યો છે. લોકડાઉનના કારણે મોટા ભાગના ઉદ્ધોગ ધંધાઓ બંધ છે. આમાં થી ઘણા ઉદ્ધોગ ધંધાઓને લોકડાઉનના લીધે નુકશાન થવાની આશંકા છે. ત્યારે, માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો, એમએસએમઈ મંત્રી નીતિન ગડકરીએ લોકડાઉન પછી ઉદ્યોગોને ફરીથી શરૂ કરવામાં સરકારને પૂરા સહયોગની ખાતરી આપી છે.

    વેબ આધારિત સેમિનારમાં આજે ફિક્કીના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરતાં ગડકરીએ તેમને સરકાર દ્વારા આ દિશામાં લેવામાં આવતા વિવિધ નિર્ણયો વિશે માહિતી આપી. તેમણે એમ પણ કહ્યું હતું કે આરબીઆઈએ ટર્મ લોન અને વર્કિંગ કેપિટલ સુવિધાઓને ફરીથી નિર્ધારિત કરવાની મંજૂરી આપી છે.

    બજારમાં લિક્વિડિટીના મહત્વ વિશે વાત કરતાં મંત્રીએ માહિતી આપી હતી કે તેઓ એમએસએમઇમાં ક્રેડિટ ગેરંટિના હાલના સ્તરથી આશરે એક લાખ કરોડ રૂપિયાના સ્તરથી વધારીને પાંચ લાખ કરોડ રૂપિયા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. કેન્દ્રિય મંત્રી  નિતિન ગડકરીએ ઉદ્યોગને હાલના સંકટને પડકાર અને તક તરીકે જોવાની હાકલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે કેટલાક દેશો તેમના રોકાણોને ચીનથી દૂર ખસેડવાનો વિચાર કરી રહ્યા હોવાથી ભારત એક શ્રેષ્ઠ વિકલ્પ બની શકે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply