લોકો માટે આનંદના સમાચાર, ફુગાવાના દર ઘટીને 4.28 ટકા થયો
Live TV
-
મોંઘવારીના મુદ્દે સામાન્ય લોકો માટે સારા સમાચાર છે. ફુગાવાનો દર ઘટીને 4.28 ટકા થઈ ગયો છે. માર્ચમાં પાંચ મહિનાના સૌથી નીચલા સ્તરે મોંઘવારી પહોંચી ગઈ છે. શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. શહેરી અને ગ્રામિણ વિસ્તારમાં પણ મોંઘવારી ઓછી થઈ છે.
મોંઘવારીના મારથી પરેશાન લોકો માટે ખૂશીના સમાચાર આવ્યા છે. માર્ચ મહિનામાં સીપીઆઈ આધારિત મોંઘવારી દર 4.44 ટકાથી ઘટીને 4.28 ટકા થઈ ગયો છે. આ પાંચ મહિનામાં સૌથી નીચલા સ્તરે છે. માર્ચ મહિનામાં ગ્રામિણ વિસ્તારની મોંઘવારી 4.45 ટકાથી ઘટીને 4.4 ટકા પર આવી ગઈ છે. શહેરી વિસ્તારનો મોંઘવારી દર 4.52 ટકાથી ઘટીને 4.12 ટકા પર આવી ગયો છે. માર્ચ મહિના દરમિયાન ખાવા-પીવાની વસ્તુ સસ્તી થઈ છે. માર્ચ મહિનામાં ખાદ્ય મોંઘવારી 3.26 ટકાથી ઘટીને 2.81 પર આવી ગઈ છે.