મેક ઈન ઈન્ડિયા - બોઈંગ કંપની ભારતમાં સૌથી ઝડપી યુદ્ધ વિમાન સુપર હોર્નેટનું ઉત્પાદન કરશે
Live TV
-
બોઈંગે HAL અને મહિન્દ્રા ડિફેન્સ સાથે નવી કંપની રચવા કરી જાહેરાત
ઈન્ડિયન એરફોર્સને હવે આકાશનો મહાશક્તિશાળી યોદ્ધા મળવા જઈ રહ્યો છે. દુનિયાની પ્રમુખ સૈન્ય વિમાન ઉત્પાદન કંપની બોઈંગ હવે ભારતીય કંપનીઓ સાથે મળીને દેશમાં જે ફાઈટર પ્લેન બનાવશે. બોઈંગ ઈન્ડિયા, હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને મહિન્દ્રા ડિફેન્સ સિસ્ટમ્સ (MDS)એ ગુરુવારે એક મહત્વનો કરાર કર્યો હતો. જે અંતર્ગત દેશમાં જ હવે 2000 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ઉડતા F/A-18 સુપર હોર્નેટ ફાઈટર વિમાનનું ઉત્પાદન કરવામાં આવશે. રક્ષા મંત્રાલય દ્વારા ઈન્ડિયન એરફોર્સને વધુ શક્તિશાળી બનાવવા સાથે જ ‘મેક ઈન ઈન્ડિયા અભિયાનને આગળ ધપાવવા તરફ આ મોટું પગલું છે.
યૂએસ એરોસ્પેસ મેજરે કહ્યું છે કે, આ પાર્ટનરશિપ ભાવી ટેક્નિકના સંયુક્ત વિકાસ માટે પણ કામ કરશે. આ પાર્ટનરશિપ ભારતના એરોસ્પેસ અને ડિફેંસ ઈકો સિસ્ટમને ધરમુળથી બદલી નાખશે. બોઈંગ ઈંડિયાના પ્રેસિડેંટ પ્રત્યુષ કુમાર, HAL ના ચેરમેન અને એમડી ટી સુવર્ણ રાજૂ અને મહિન્દ્રા ડિફેંસ સિસ્ટમ્સના ચેરમેન એસપી શુક્લાએ ચેન્નઈમાં ચાલી રહેલા ફિફેંસ એક્સ્પોમાં ‘મેક ઈન ઈંડિયા ફાઈટર’ મેમોરેંડમ ઓફ એગ્રીમેંટનું આદાન-પ્રદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ 110 ફાઈટર જેટ્સના મેગા કોન્ટ્રેક્ટની દિશામાં સંરક્ષણ મંત્રાલયે RIF બહાર પાડ્યો છે. તેમણે કહ્યું હતું કે, ભારતની કોંમ્બેટ ફાઈટર બનાવનારી કંપની એચએએલ અને નાના કોમર્શિયલ પ્લેન બનાવનારી એકમાત્ર કંપની મહિન્દ્રા સાથે પાર્ટનરશીપ કરવા માટે બોઈંગ ખુબ જ ઉત્સાહી છે.
કુમારે જણાવ્યું કે આ સમજૂતિને લઈને છેલ્લા 18 મહિનાથી વાતચીત ચાલી રહી હતી. તેમણે વધુમાં ઉમેર્યું કે, ‘વ્યૂહાત્મક ભાગીદારી અંગે સરકાર અને રક્ષા મંત્રાલયની મહેચ્છા મેક ઈન ઈન્ડિયા એરક્રાફ્ટ બનાવવાની છે. અમે દેશની અનેક કંપનીઓ સાથે વિવિધ મુદ્દે ચર્ચા કરી હતી. આ ઉપરાંત 400થી વધુ સપ્લાયર્સ સાથે પણ વિચાર-વિમર્શ કરાયો હતો.’
સંયુક્ત સાહસથી રચાનાર નવી કંપની ત્રણ મહિનામાં કામ કરતી થશે. સમજૂતિ હેઠળ આ કંપનીમાં જંગી રોકાણ કરવામાં આવશે. જો કે કુમારે રોકાણના કોઈ આંકડા જાહેર કર્યા નહતા. સુપર હોર્નેટ ફાઈટર એરક્રાફ્ટના ઉત્પાદનનો ખર્ચ ઓછો થશે એટલું જ નહીં પરંતુ કોઈ ટેક્ટિકલ એરક્રાફ્ટની તુલનો આની ઓપરેટિંગ કોસ્ટ પ્રતિ કલાક પણ ઓછી આવશે. F/A-18 સુપર હોર્નેટ ભારતના ડિફેન્સ પાવરને મજબૂત કરી આગામી દાયકામાં ભારતને વધુ શક્તિશાળી દેશ બનાવશે. આ ફાઈટર પ્લેન મળતા દુશ્મનના નાપાક ઈરાદાનું જોખમ પણ ઓછું થઈ જશે.