વર્ષ 2016-17ના જીઈએમ સર્વેમાં ભારતમાં ગુજરાત છવાયેલું રહ્યું
Live TV
-
બેટસન કોલેજ અમેરિકા અને લંડન બિઝનેસ સ્કૂલ દ્વારા ગ્લોબલ આંત્રપ્રિનિયોરશીપ મોનીટર સર્વે દર વર્ષે કરવામાં આવે છે.
બેટસન કોલેજ અમેરિકા અને લંડન બિઝનેસ સ્કૂલ દ્વારા ગ્લોબલ આંત્રપ્રિનિયોરશીપ મોનીટર સર્વે દર વર્ષે કરવામાં આવે છે. જેમાં વિશ્વના દેશોમાંના ઉદ્યોગ સાંસ્કૃતિકતા અંગેનું વલણ તથા તકોને દર્શાવવામાં આવે છે. વર્ષ 2016-17ના જીઈએમ સર્વેમાં ભારતમાં ગુજરાત છવાયેલું રહ્યું. દેશમાં નંબર વન પર રહેલા ગુજરાતમાં 55 ટકા યુવાનો ઉદ્યોગ સાહસિક બનીને રોજગારી પેદા કરે છે તથા 63 ટકા લોકો ઉદ્યોગ સાહસિકતાને હાઇસ્ટેટસ માને છે. સર્વેના આંકડાઓ પ્રમાણે ઉદ્યોગ સાહસિકતા અભિયાન છેલ્લા બે-ત્રણ વર્ષથી સુવ્યવસ્થિત રીતે આગળ વધી રહ્યું છે. તથા યુવાનોને લાગી રહ્યું છે કે હાલમાં ઉદ્યોગ સાહસિક બનવાનો સાચો સમય છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકાર પણ સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડપ ઇન્ડિયાના માધ્યમથી સાહસિકોને પ્રોત્સાહન આપી રહી છે. એફડીઆઈ અમદાવાદના ડાયરેક્ટર શ્રી સુનિલ શુકલાએ આ સર્વે અંગે ડીડી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.