વૈશ્વિક માર્કેટમાં તેજીનો માહોલ, શેરમાર્કેટમાં નોંધપાત્ર ઉછાળો
Live TV
-
અનલૉક બાદ ધીમા ધોરણે વધી રહેલી આર્થિક પ્રવૃત્તિઓ નવરાત્રિમાં વેગવાન બનવા ઉપરાંત વૈશ્વિક માર્કેટમાં તેજીનો માહોલ જોવા મળતા શેરમાર્કેટમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. આજે અઠવાડિયાના અંતિમ કારોબારી દિવસ એટલે કે શુક્રવારે શેરબજાર વધારા સાથે ખૂલ્યો.
સકારાત્મક વલણ સાથે થઈ શરૂઆત
બોમ્બે સ્ટોક એક્સચેન્જનો મુખ્ય સેન્સેક્સ અને નેશનલ સ્ટોક એક્સચેન્જના નિફ્ટીની શરૂઆત સકારાત્મક વલણ સાથે થઇ હતી. સેન્સેક્સ 203.48 અંકના ઉછાળા સાથે 40,761.97ના સ્તર પર ખુલ્યો. તો નિફ્ટીની શરૂઆત 61.45 અંકના ઉછાળા સાથે 11,957.90 થઈ હતી.
