શૅરબજારમાં તેજી, નિફ્ટી 11130 પાસે તો સેન્સેક્સ 36300ની નજીક
Live TV
-
મિડકેપ શેરોઃ જિંદાલ સ્ટીલ, કેનરા બેન્ક, ઇન્ડિયન હોટેલ્સ, આદિત્ય બિરલા ફેશન અને અમર રાજા બેટરીઓના શેરોના ભાવમાં 5-3.9 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે એમ્ફેસિસ, અશોક લેલેન્ડ, પેટ્રોનેટ એલએનજી અને ટીવીએસ મોટરના શેરોના ભાવમાં 7.6-2.1 ટકા સુધીનો વધારો નોંધાયો હતો.
ફેબ્રુઆરી ફ્યુચર્સ શ્રેણીની મજબૂત શરૂઆત જોવા મળી હતી. સેન્સેક્સ ડબલ સેન્ચ્યુરી મારી નવા શિખરે બંધ રહ્યો છે. એવી રીતે નિફ્ટી પણ નવા શિખરે બંધ રહ્યો હતો. નિફ્ટી પ્રથમવાર 11,130 પર બંધ રહ્યો હતો, જ્યારે સેન્સેક્સ 36,300ની નજીક બંધ રહ્યો હતો. આજના ટ્રેડિંગમાં નિફ્ટી 11,171.55ની સપાટીને સ્પર્શી ગયો હતો, જ્યારે સેન્સેક્સ 36,444ની સપાટીએ સ્પર્શી ગયો હતો. અંતે, સેન્સેક્સ અને નિફ્ટીમાં વધ્યા મથાળેથી 0.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો
જોકે મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં વેચવાલી જોવા મળી હતી. બીએસઈનો મિડકેપ ઇન્ડેક્સ 0.75 ટકા ઘટીને 17,710ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી મિડકેપનો 100 ઇન્ડેક્સ 0.9 ટકાની નબળાઈ સાથે 21,273ની સપાટીએ બંધ રહ્યો હતો. બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ 1.1 ટકા ઘટીને 19,129ની સપાટીએ રહ્યો હતો.