શેરબજારમાં વેચવાલી, સેન્સેક્સ 249 પોઈન્ટ ઘટ્યો
Live TV
-
સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ નરમ હતા, જેની પાછળ ભારતીય શેરોના ભાવ સામાન્ય નરમાઈ સાથે ખુલ્યા હતા.
શેરબજારમાં બજેટના બે દિવસ અગાઉ તેજીને બ્રેક વાગી છે. બજેટ પહેલા સાવચેતીરૂપી નફારૂપી વેચવાલી આવી હતી. હેવીવેઈટ શેરોમાં રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ટીસીએસ, ઈન્ફોસીસ, મારૂતિ, એચડીએફસી, ઓએનજીસી અને એચડીએફસી બેંકમાં ભારે વેચવાલી રહી હતી. પરિણામે ટ્રેડિંગ સેશનને અંતે સેન્સેક્સ 249.52 ઘટી 36,033.73 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 80.75 ઘટી 11,049.65 બંધ થઇ હતી.