દેશના અર્થતંત્રને મજબૂત કરનારૂ બજેટ : હસમુખ અઢિયા
Live TV
-
IIM અમદાવાદ ખાતે કેન્દ્રીય નાણા મંત્રાલયના અગ્ર સચિવ હસમુખ અઢિયાનો વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ
અમદાવાદની ઇન્ડિયન ઇન્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટમાં GST અંગે વક્તવ્ય યોજાયું જેમાં કેન્દ્રીય નાણા મંત્રાલયના અગ્ર સચિવ હસમુખ અઢિયાએ સંબોધન કર્યું હતું. નાણા સચિવે શહેરની વિવિધ કૉલેજના વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે, કેન્દ્ર સરકારે રજૂ કરેલું વર્ષ 2018નું બજેટ દેશના વિકાસ અને અર્થતંત્રને મજબૂત બનાવશે. સમગ્ર દેશમાં GST ટેક્સ લાગુ થયા પછીનું કેન્દ્ર સરકારનું આ પહેલું બજેટ હતું. કેન્દ્રીય નાણા મંત્રીએ રજૂ કરેલા બજેટમાં ગરીબ, મધ્યમ, ગ્રામિણ વિસ્તારોના વિકાસ માટે ખાસ પ્રકારે ધ્યન આપવામાં આવ્યું છે. આ સાથે જ તેમણે કહ્યું છે કે, કેન્દ્ર સરકારના આ બજેટથી લોકોને આરોગ્ય ક્ષેત્રે સારી સવલત, રોજગાર અને ખેડૂતોના વિકાસ માટે ચાવીરૂપ બનશે.
ઉલ્લેખનીય છે કે, નાણા મંત્રીએ રજૂ કરેલા બજેટમાં અનેક યોજનાઓનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો, જેમાં આયુષ્માન યોજના પણ ઘણી જ ઉપયોગી સાબિત થઇ શકે છે. આ સાથે જ દેશભરમાં મેડિકલ કૉલેજ પણ શરૂ કરવાનો ઉલ્લેખ પણ કરાયો છે, જેને અનેક લોકોએ આવકાર્યો છે.