ભારતીય શેરબજારમાં ભારે કડાકો
Live TV
-
ગ્લોબલ માર્કેટમાંથી મળેલા નેગેટિવ સંકેતોના કારણે આજે સતત બીજા દિવસે પણ ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો છે....
અમેરિકા શેર બજારમાં સોમવારે થયેલા મોટા ઘટાડાની અસર ભારતીય બજારમાં પણ જોવા મળી હતી. સેન્સેક્સ લગભગ , 1 હજાર અંક નીચે ખુલ્યો હતો. જ્યારે નિફટીમાં શરૂઆતી કારોબારમાં , 300 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. ઉલ્લેખનીય છે કે, અમેરિકન શેરબજાર ડાઉ જોન્સ સોમવારે 1 હજાર,175 અંકોના કડાકા સાથે બંધ થયું છે. જે 2008ના આર્થિક સંકટ પછી એક દિવસમાં પડેલું ,સૌથી મોટું ગાબડું છે. ડાઉ જોન્સ 4.6 ટકાના ઘટાડા સાથે 24 હજાર,345.75 અંકો પર બંધ થયો હતો. એસ. એન્ડ પી. 500 સ્ટોક ઇન્ડેક્સ 3.8 ટકા અને નેસેક 3.7 ટકાના ઘટાડા સાથે બંધ થયું હતું. અમેરિકન શેરબજારની અસર એશિયન બજારમાં પણ જોવા મળી હતી. જાપાનનાનિકેઇ સૂચકાંકમાં પણ શરૂઆતના કારોબારમાં ચાર ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.