શેરબજારમાં તેજી, નીચા મથાળે લેવાલીથી સેન્સેક્સમાં 330 પોઇન્ટનો ઉછાળો
Live TV
-
શેરબજારમાં પહેલી ફેબ્રુઆરીને બજેટના દિવસથી મંદી શરૂ થઈ હતી, પણ ગુરૂવારે ગ્લોબલ માર્કેટના પોઝિટિવ ન્યૂઝ પાછળ અને એશિયાઈ સ્ટોક માર્કેટ સુધરીને આવતાં ભારતીય શેરોમાં નવેસરથી લેવાલી આવી હતી. બજેટ બાદ માર્કેટમાં મંદી જોવા મળી હતી, જો કે માર્કેટમાં મંદીને બ્રેક વાગી અને ઝડપથી માર્કેટ બાઉન્સ થયું હતું. ટ્રેડિંગ સેશનને બીએસઈ સેન્સેક્સ 330.45 ઉછળી 34,413.16 બંધ રહ્યો હતો. તેમજ નિફટી ઈન્ડેક્સ 100.15 ઉછળી 10,576.85 બંધ થયો હતો. માર્કેટમાં ગુરૂવારે ફાર્મા અને સિમેન્ટ સેક્ટરમાં તેજી જોવા મળી હતી.