Skip to main content
Settings Settings for Dark

CCIએ સર્ચ એન્જિન સાઇટ ગૂગલને ફટકાર્યો 1 અરબ 36 કરોડનો દંડ

Live TV

X
  • પ્રતિસ્પર્ધા કમિશને અયોગ્ય વ્યાપાર કરવા માટે ઑનલાઈન સર્ચ એન્જિન વેબ સાઇટ ગૂગલ પર લગભગ 1 અરબ 36 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

    વર્ષ 2012માં નોંધાયેલી ફરિયાદના આધારે CCI એ ચુકાદો આપ્યો છે. કમિશને ચુકાદો આપતા કહ્યું છે કે, ગૂગલે કેટલાક ખોટા વ્યવહાર કર્યા હતા, જેના પગલે ગૂગલ પર કાર્યવાહી કરવામાં છે. ગૂગલ પર આરોપ હતો કે, ઑનલાઇન સર્ચ એન્જિનની માર્કેટમાં પોતાની મજબૂત સ્થિતિ છે, જનો કંપની દ્વારા દુરુપયોગ કરવામાં આવતો હતો. કંપનીના દુરુપયોગની અસર અન્ય કંપનીઓ પર પડતી હતી.

    કમિશનનું કહેવું છે કે, ફરિયાદના આધારે ગૂગલે જે જવાબ આપ્યો હતો, તેના પર ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યા હતો અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો છે. 2012માં મૈટ્રીમની.કૉમ અને કંઝ્યૂમર યુનિટી એન્ડ ટ્રસ્ટ સોસાયટીની ફરિયાદ આધારે CCI એ ચુકાદો આપ્યો છે. ગૂગલ પર જે દંડ ફટકારવામાં આવ્યો છે, તે ભારતમાં કમાણીના પાંચ ટકા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply