શેરબજારમાં આકર્ષક ઉછાળો, સેન્સેક્સ-નિફ્ટીએ નવો રેકોર્ડ બનાવ્યો
Live TV
-
સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે શેરબજારની શરૂઆત શાનદાર રહી છે. BSE સેન્સેક્સ અને નિફ્ટી નવા રેકોર્ડ હાઈ પર ટ્રેડ કરી રહ્યાં છે. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 397.41 પોઈન્ટના વધારા સાથે 81,730.13 પોઈન્ટ પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે NSE નિફ્ટી 125.70 પોઈન્ટ વધીને 24,960.55 પોઈન્ટ પર પહોંચ્યો છે. બજારના જાણકારોનું કહેવું છે કે નિફ્ટી 25 હજારની ઐતિહાસિક સપાટીને સ્પર્શી શકે છે. જો આ લેવલ તૂટશે તો 25,400નું લેવલ જોવા મળશે. શેરની વાત કરીએ તો NTPC, IndusInd Bank, ICICI બેંક, SBI, Infosys, Reliance વગેરેમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે.
એશિયન માર્કેટ: જાપાન, અમેરિકા અને બ્રિટનમાં કેન્દ્રીય બેંકના મુખ્ય નિર્ણયો પહેલા સોમવારે એશિયન બજારોમાં તેજી સાથે વેપાર થયો હતો. જાપાનનો નિક્કી 2.02% વધ્યો, જ્યારે ટોપિક્સ 1.52% વધ્યો. દક્ષિણ કોરિયાનો કોસ્પી 0.8% વધ્યો.
ગિફ્ટ નિફ્ટી: ગિફ્ટ નિફ્ટી 25,075ના લેવલની આસપાસ ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી ફ્યુચર્સમાં અગાઉના બંધ કરતાં આ લગભગ 160 પોઈન્ટનું પ્રીમિયમ છે, જે ભારતીય શેરબજાર માટે હકારાત્મક શરૂઆત સૂચવે છે.
વોલ સ્ટ્રીટઃ શુક્રવારે યુએસ શેરબજાર ઉછાળા સાથે બંધ થયું હતું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ 1.64% વધીને 40,589.34 પર પહોંચ્યો, જ્યારે S&P 500 1.11% વધીને 5,459.10 થયો. નાસ્ડેક કમ્પોઝિટ ઇન્ડેક્સ 1.03% વધીને 17,357.88 પર પહોંચ્યો હતો.
