Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં ઘટાડા બાદ રિકવરી

Live TV

X
  • શેરબજારમાં ઘટાડા બાદ રિકવરી: સેન્સેક્સ 72,500 અને નિફ્ટી 22,700 ની સપાટીએ; સોના-ચાંદીમાં નરમાઈ યથાવત

    ભારતીય શેરબજારમાં અગાઉના સતત કડાકા બાદ આજે બજારમાં રિકવરીના સંકેતો જોવા મળી રહ્યા છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો સેન્સેક્સ 170 પોઈન્ટથી વધુ તૂટીને 72,500 ની આસપાસ જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી 22,700 ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે.

    અમેરિકા દ્વારા ભારતની કેટલીક દવાઓ પર શૂન્ય ટેરિફ લાગુ કરવાના નિર્ણયને પગલે આજે ફાર્મા સેક્ટરના શેરોમાં સારો એવો ઉછાળો અને તેજી જોવા મળી રહી છે.

    કોમોડીટી બજારમાં આજે પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો યથાવત રહ્યો છે. MCX પર 10 ગ્રામ સોનાનો ભાવ આશરે રૂ. 1,000 ઘટીને રૂ. 1,45,000 ની નજીક પહોંચ્યો છે. 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ રૂ. 2,500 ઘટીને રૂ. 2,25,000 ની પાર ટ્રેડ થઈ રહ્યો છે.

    વૈશ્વિક પરિબળો વચ્ચે વિદેશી ચલણ અને ક્રૂડ ઓઈલમાં પણ મોટી હલચલ જોવા મળી રહી છે. યુએસ ડોલર સામે ભારતીય રૂપિયો ગગડીને 96.07 ના સ્તરે પહોંચ્યો છે.  વૈશ્વિક બજારમાં બ્રેન્ટ ક્રૂડ ઓઈલ પ્રતિ બેરલ 107 ડોલર ની સપાટીને વટાવી ગયો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-09-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-10-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-10-2026 Max Temp : °C Min Temp : °C
apply