શેરબજારમાં તેજીનો માહોલ, સોના-ચાંદી પણ ચમક્યા
Live TV
-
શેરબજારમાં તેજીનો માહોલ, સોના-ચાંદી પણ ચમક્યા
અઠવાડિયાના છેલ્લા કારોબારી દિવસે ભારતીય શેરબજારની શરૂઆત ભલે ફ્લેટ થઈ હોય, પરંતુ ટૂંક સમયમાં જ બજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. ખાસ કરીને, મોદ્રિક નીતિની ઘોષણા બાદ સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે.
શેરબજારની સ્થિતિ
BSE સેન્સેક્સ:
હાલમાં સેન્સેક્સમાં 300 પોઇન્ટનો ઉછાળો જોવા મળી રહ્યો છે અને તે 85,524ની સપાટીએ વેપાર કરી રહ્યો છે.
નિફ્ટી:
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 90 પોઇન્ટ વધીને 26,000ની મહત્ત્વપૂર્ણ સપાટીએ વેપાર કરી રહ્યો છે. આ ઉછાળો સૂચવે છે કે રોકાણકારોએ મોદ્રિક નીતિના નિર્ણયોને હકારાત્મક રીતે લીધા છે.
સોના-ચાંદી બજારમાં તેજી
સોનાના ભાવમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે અને તે હાલમાં 1,30,000 રૂપિયાના ભાવે વેપાર કરી રહ્યું છે. ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ચાંદી ₹2,300 વધીને ₹1,80,000ના ભાવે પહોંચી છે.
