Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં

Live TV

X
  • શેરબજારમાં તેજી: સેન્સેક્સ અને નિફ્ટી ગ્રીન ઝોનમાં

    આજે (10 માર્ચ, 2026) ભારતીય શેરબજારમાં રોકાણકારો માટે રાહતના સમાચાર આવ્યા છે. અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં ઘટાડો થવાના સંકેતો મળતા બજારમાં તેજી જોવા મળી છે.

    બીએસઇ સેન્સેક્સ હાલમાં   500 પોઇન્ટ વધીને  78 હજાર 163ની સપાટીએ વેપાર કરી રહ્યો છે. તો નિફ્ટી પણ 188  પોઇન્ટ વધીને 24 હજાર 220ની સપાટીએ વેપાર કરી રહ્યો છે. 

    સેક્ટર મુજબ સ્થિતિ:

    બજારમાં આજે સર્વગ્રાહી લેવાલી જોવા મળી રહી છે, જોકે કેટલાક ક્ષેત્રોમાં દબાણ છે.બજારમાં ઊર્જા, આઈટી, તેલ અને ગેસ સિવાય, અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો ગ્રીન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે જેમાં ઓટો, ફાર્મા, પીએસયુ બેંક માં 1 ટકાનો વધારો જોવા મળ્યો છે.  

    સોના-ચાંદીના ભાવમાં ઉછાળો

    બુલિયન માર્કેટમાં પણ આજે મજબૂતી જોવા મળી રહી છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં મોટો વધારો થયો છે. સોનાના ભાવમાં સામાન્ય વધારો થતા તે 1,62,380 પ્રતિ 10 ગ્રામની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીના ભાવમાં 9,000 રૂપિયાનો તોતિંગ વધારો થયો છે, જેની સાથે નવી કિંમત 2,27,000 પ્રતિ કિલો (MCX વાયદા મુજબ) ની આસપાસ જોવા મળી રહી છે.  

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2026 Max Temp : °C Min Temp : °C
apply