શેરબજારમાં બે-તરફી કારોબાર બાદ તેજી, નિફ્ટીએ 10,300ની સપાટી કુદાવી
Live TV
-
મિડકેપ અને સ્મૉલ કેપ શેરમાં સામાન્ય ખરીદારી જોવા મળી હતી, જેના કારણે બીએસઇ મિડ કેપ ઇન્ડેક્સમાં 0.4 ટકાનો વધારો નોંધાયો હતો. બજારમાં મેટલ, પીએસયુ બેંક, ઑટો, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં પણ તેજી જોવા મળી હતી.
છેલ્લા કેટલાક સમયથી શેર બજારમાં નરમાઈ જોવા મળી રહી છે, ત્યારે આજે પણ માર્કેટ માત્ર 12 પોઈન્ટના ઉછાળા સાથે ખુલ્યું હતું. જેના કારણે શેર હોલ્ડરોમાં નિરાશા જોવા મળી હતી. શરૂઆતી કારોબારમાં મુંબઈ શેર બજારમાં તેજી જોવા મળી હતી, નિફ્ટી 10370 સુધી પહોંચવામાં સફળ રહ્યું જ્યારે સેન્સેક્સએ 33,700 સુધી સપાટી બતાવી હતી. કારોબારના અંતે એનએસઇ નિફ્ટી 10,372.10 સાથે 40.50 અંકના વધારા સાથે બંધ રહ્યું જ્યારે સેન્સેક્સ 33,788.54 સાથે 161.57 અંકના ઉછાળા સાથે બંધ રહ્યો છે.