PNB કૌભાંડ : નીરવ મોદી અને મેહૂલ ચોક્સી વિરૂદ્ધ બિનજામીન પાત્ર વૉરંટ
Live TV
-
પંજાબ નેશનલ બૅંક કૌભાંડ મામલે નીરવ મોદી અને મેહૂલ ચોક્સીની મુસીબતોમાં વધારો થયો છે. મુંબઈમાં સીબીઆઈની વિશેષ અદાલતે બન્ને વિરૂદ્ધ બિન-જામીન પાત્ર વૉરંટ ઇશ્યુ કર્યા છે.
પી.એન.બી. કૌભાંડમાં 13,000 કરોડથી પણ વધારે રૂપિયાના કૌભાંડ મામલે મામા-ભાણિયા દેશ છોડી ભાગી ગયા છે. ગત મહિને સ્પેશિયલ પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) કૉર્ટએ બન્ને વિરૂદ્ધ બિન-જામીનપાત્ર વૉરંટ જાહેર કર્યું હતું. અત્યાર સુધી નીરવ-મેહુલના ઠેકાણાઓ પર દરોડા પાડી કરોડોની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. આ સાથે જ બન્ને વિરુદ્ધ લુકઆઉટ નોટિસ અને પાસપોર્ટ પણ રદ્ કરી દેવામાં આવ્યા છે.