Skip to main content
Settings Settings for Dark

શેરબજારમાં મોટો કડાકો : સેન્સેક્સ 1941 પોઇન્ટ, નિફ્ટી 538 પોઇન્ટ ગગડ્યું 

Live TV

X
  • કોરોના ઈફેક્ટથી સોમવારે શેરબજાર ધડામ થઇ ગયું હતું. સેન્સેક્સમાં શરૂઆતમાં 2400 પોઈન્ટ્સનો કડાકો બોલી ગયો હતો.

    કોરોનાની વિશ્વભરના અર્થતંત્ર પર અસર પડવાના ભયે આજે વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારમાં પણ ગભરાટભરી વેચવાલી જોવા મળી હતી અને વિક્રમી ઘટાડો જોવા મળ્યો હતો. યસ બેન્ક સંકટને કારણે પણ રોકાણકારો પર અસર જોવા મળી હતી. જોકે, યસ બેન્કના શેર 20 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.સાઉદી અરેબિયા રશિયા સાથે પ્રાઈસવોરમાં ઉતરતાં ક્રૂડના ભાવમાં ભારે ગાબડું પડ્યું હતું અને વિશ્વભરના શેરબજારોમાં વેચવાલી જોવા મળી હતી.BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ મોટાપાયે ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. મેટલ, પાવર, ટેકનો, રિયલ્ટી, એનર્જી, FMCG, IT, ફાઈનાન્સ અને બેન્કિંગ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી.માર્કેટ ખુલતાની સાથે જ તમામ શેર રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા. માર્કેટમાં ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ONGC રિલાયન્સ, ઈન્ડસઈન્ડ, TCS, ટાટા સ્ટીલ , ICICI બેન્ક , LT નો સમાવેશ થાય છે.દિવસના અંતે સેન્સેક્સ 1,942 પોઈન્ટ ઘટી 35,635. અને નીફટી 538 પોઈન્ટ ગગડી 10,451 પર બંધ રહ્યો હતો.

    વધુમાં, તેલના ભાવોમાં આજે 20 ટકાનો ઘટાડો થયો છે. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન - ઓપેક અને સાથી દેશો વચ્ચે તેલ ઉત્પાદન ઘટાડા અંગેના કરારને કારણે તેલના મોટા નિકાસકાર સાઉદી અરેબિયાએ કિંમતોમાં ઘટાડો કર્યો. સવારના કારોબારમાં, બ્રેન્ટ ક્રૂડ તેલની કિંમત 30 ટકા ઘટીને 31 ડોલર દશાંશ શૂન્ય ડોલર પ્રતિ બેરલ છે. 1991 માં પ્રથમ ખડી યુદ્ધ પછી બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આ સૌથી મોટો એક દિવસનો ઘટાડો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply