તેલની કિંમતોમાં જોવા મળ્યો ત્રીસ ટકાનો ભારે ઘટાડો
Live TV
-
1991 માં પ્રથમ ખાડી યુદ્ધ પછી બ્રેન્ટ ક્રૂડના ભાવમાં એક દિવસમાં થનારો આ સૌથી મોટો ઘટાડો છે.
તેલના ભાવોમાં આજે 30 ટકાનો ઘટાડો થયો છે. પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના સંગઠન - ઓપેક અને સાથી દેશો વચ્ચે તેલ ઉત્પાદન ઘટાડા અંગેના કરારને કારણે તેલના મોટા નિકાસકાર સાઉદી અરેબિયાએ કિંમતોમાં ઘટાડો કર્યો. સવારના કારોબારમાં, બ્રેન્ટ ક્રૂડ તેલની કિંમત 30 ટકા ઘટીને 31 ડોલર દશાંશ શૂન્ય ડોલર પ્રતિ બેરલ છે. 1991 માં પ્રથમ ખડી યુદ્ધ પછી બ્રેન્ટ ક્રૂડના ભાવમાં આ સૌથી મોટો એક દિવસનો ઘટાડો છે.
પેટ્રોલિયમ નિકાસ કરનારા દેશોના પુરવઠામાં કાપ મૂકવાના સંગઠનના નિર્ણયને રશિયાના ઇનકારના પગલે સાઉદી તેલ કંપની આરામકોએ આ નિર્ણય લીધો હતો. આ નવી વ્યૂહરચનાનો ઉદ્દેશ રશિયા અને અમેરિકાની તેલ કંપનીઓને લક્ષ્ય બનાવવાનો છે જે ઉચ્ચ ઉત્પાદન ખર્ચ માટે જાણીતા છે. ક્રૂડ ઓઇલના ઘટાડાને કારણે આ કંપનીઓને હાલાકી ભોગવવી પડશે.
ઓપેક, ઇરાક, કુવૈત અને સંયુક્ત આરબ અમીરાતના અન્ય ઉત્પાદક દેશો પણ સાઉદી અરેબિયાને અનુસરીને ભાવ ઘટાડે છે અને ઉત્પાદનમાં વધારો કરી શકે છે. સાઉદી અરેબિયાનો નિર્ણય વિયેનામાં ઓપેકના મુખ્ય મથક પર લાંબા વિચાર વિમર્શ પછી આવ્યો છે. રશિયાના ઉર્જા પ્રધાન એલેક્જાન્ડર નોવાકે કહ્યું કે 1 એપ્રિલથી ઓપેક દેશો અને ઓપેક સિવાયના દેશો પર તેલના ઉત્પાદન અંગે કોઈ બંધનકર્તા પ્રતિબંધ રહેશે નહીં
