શેરબજારમાં રોનક: સેન્સેક્સ 77,200 અને નિફ્ટી 24,100ની પાર
Live TV
-
શેરબજારમાં રોનક: સેન્સેક્સ 77,200 અને નિફ્ટી 24,100ની પાર, બેંકિંગ શેરોમાં ખરીદીની ધૂમ
વૈશ્વિક બજારોના નબળા સંકેતો છતાં ભારતીય શેરબજારમાં સપ્તાહના ચોથા દિવસે શાનદાર તેજી જોવા મળી રહી છે. ઘરેલું સંકેતો અને સ્થાનિક ખરીદીના જોરે બંને મુખ્ય ઇન્ડેક્સ મજબૂત વધારા સાથે કારોબાર કરી રહ્યા છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને મહત્વના સ્તરો પાર કરવામાં સફળ રહ્યા છે.
BSE સેન્સેક્સ 297 પોઇન્ટની મજબૂત તેજી સાથે 77,220 ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. NSE નિફ્ટી 100 પોઇન્ટના ઉછાળા સાથે 24,100 ની સપાટી વટાવી ચૂક્યો છે.
આ શેરોમાં જોવા મળી જોરદાર તેજી
આજના ટ્રેડિંગ સેશનમાં ફાર્મા, પાવર અને ડિફેન્સ ક્ષેત્રના શેરોમાં રોકાણકારોનો ભારે રસ જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત, નિફ્ટી ફાઇનાન્સ અને બેંકિંગ સૂચકાંકો પણ લીલા નિશાનમાં મજબૂતાઈ સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જેણે બજારને ઉપર લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.કેટલાક શેરોમાં, ખાસ કરીને અદાણી એન્ટરપ્રાઇઝ, કોટક બેંક અને ઇન્ડિગોમાં પણ વેચાણનું દબાણ જોવા મળી રહ્યું છે.
વૈશ્વિક બજારોના નબળા સંકેતો
ભારતીય બજારમાં ભલે તેજી હોય, પરંતુ વૈશ્વિક સ્તરે સેન્ટિમેન્ટ નબળું જોવા મળ્યું છે. વિતેલા દિવસે યુએસ માર્કેટમાં ઘટાડો રહ્યો હતો, જેમાં ડાઉજોન્સ 14 પોઇન્ટ અને નાસ્ડેક 174 પોઇન્ટ તૂટ્યા હતા.
એશિયાના અન્ય બજારોમાં પણ દબાણ છે. ખાસ કરીને દક્ષિણ કોરિયન ચિપમેકર્સ કંપનીઓમાં મોટાપાયે વેચાણ જોવા મળ્યું છે, જેની અસર ક્યારેક સ્થાનિક સ્તરે ભારતીય ઓટો અથવા આઈટી શેરો પર પડી શકે છે.
વૈશ્વિક દબાણ છતાં ભારતીય બજારે પોતાની મજબૂતાઈ ટકાવી રાખી છે. નિષ્ણાતોના મતે, બેંકિંગ અને ફાઇનાન્સ સેક્ટરમાં આવેલી તેજી આગામી કલાકોમાં બજારને વધુ વેગ આપી શકે છે.
