Skip to main content
Settings Settings for Dark

શેરબજાર ખુલતાની સાથે તેજીનો મહોલઃ ટેલિકોમ અને ઓટો ક્ષેત્ર માટે જાહેર કરેલા રાહત પેકેજની અસર દેખાઇ

Live TV

X
  • કેન્દ્ર સરકારે ટેલિકોમ અને ઓટો ક્ષેત્ર માટે જાહેર કરેલા રાહત પેકેજની અસર શેરબજાર પર જોવા મળી રહી છે. ભારતીય શેરબજારમાં સતત તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.. આજે ફરી એકવાર સેન્સેક્સ અને નિફ્ટી આજે વધારાની સાથે ખુલ્યા છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ 400 અંક વધી 59,500ને પાર જોવા મળ્યો. જ્યારે નિફ્ટીમાં પણ 115 અંકના શરુઆતી ઉછાળા સાથે એ 17,700 ને પાર જોવા મળ્યો છે. સેન્સેક્સ અને નિફ્ટીમાં 0.5 ટકાની ઊપર મજબૂતી સાથે જોવા મળી રહ્યો છે. સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે.  FMCG, આઈટી, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઑટો, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક અને ઑયલ એન્ડ ગેસના શેર્સમાં વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. દિગ્ગજ શેરોમાં બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, મારૂતિ સુઝુકી, ITC, ટાઈટન, આઈશર મોટર્સ અને અદાણી પોર્ટ્સના શેર્સમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply