શેરબજાર ખુલતાની સાથે સેન્સેક્સમાં 110 પોઇન્ટનો ઉઠાળો
Live TV
-
શેર બજારમાં આજે ખુલતાની સાથે જ ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 110 પોઈન્ટનાં ઉછાળા સાથે 54 હજાર 636 પોઈન્ટે તેમજ નીફ્ટી 35.75 પોઈન્ટનાં ઉછાળા સાથે 16 હજાર 316 પોઈન્ટ પર છે..બજારમાં ઓટો, આઈટી તેમજ એનર્જી પાવર સેક્ટરમાં ખરીદી જોવા મળી હતી. જ્યારે ફાર્મા શેરોમાં દબાણ જોવા મળ્યુ છે. ગ્રીડ કોર્પ, શ્રી સિમેન્ટ, એમ એન્ડ એમ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને અદાણી પોર્ટ્સનાં શેર ટોપ ગેઈનર્સ રહ્યા છે, જ્યારે ઈન્ડ્સઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા, બ્રિટાનિયા, એક્ષીસ બેન્ક અને ડૉ. રેડ્ડીસ લેબનાં શેર ટોપ લૂઝર્સ રહ્યા છે.
