Skip to main content
Settings Settings for Dark

શેરબજાર પર ચૂંટણીના પરિણામોની સકારાત્મક અસર, માર્કેટ રેકોર્ડ ઊંચાઈ પર ખુલ્યું

Live TV

X
  • રવિવારે આવેલ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની સકારાત્મક અસર શેરબજાર પર જોવા મળી રહી છે.

    રવિવારે આવેલ ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના પરિણામોની સકારાત્મક અસર શેરબજાર પર જોવા મળી રહી છે. આજે શેરબજાર રેકોર્ડ ઊંચાઈ પર ખુલ્યું, BSE સેન્સેક્સ લગભગ 900 પોઈન્ટના વધારા સાથે 68,435 પર ખુલ્યો અને નિફ્ટી 334 પોઇન્ટના વધારા સાથે પ્રથમ વખત 20,601 પર ખુલ્યો. 

    વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની જીતના કારણે શેર બજાર ઉચકાયું હોવાનું નિષ્ણાતોનું માનવું છે. ઓપનિંગમાં 1600 શેર નફા સાથે ખૂલ્યા હતા અને માત્ર 100 શેર જ નુકસાન સાથે ખુલ્યા હતા.નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઇઝિસ અને અદાણી પોર્ટ્સના શેર 4-7% વધ્યા છે. નિફ્ટીના તમામ 50 શેરો લીલા નિશાન સાથે ટ્રેડ કરી રહ્યા છે આ પહેલા શુક્રવારે BSE સેન્સેક્સ 492 પોઈન્ટ ચઢીને 67481 પર બંધ થયો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply