સપ્તાહના છેલ્લા દિવસે પણ ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ
Live TV
-
સપ્તાહના છેલ્લા દિવસે પણ ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ
સપ્તાહના છેલ્લા દિવસે પણ ભારતીય શેર બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો. આજે સેન્સેક્સ 193 પોઇન્ટના વધારા સાથે 67 હજાર 181 પોઇન્ટ પર ખુલ્યો હતો. જે બાદ ખરીદીનો માહોલ સર્જાતા સેન્સેક્સ 300 પોઇન્ટ સુધી ઉચકાયો હતો. હાલ સેન્સેક્સ 432 પોઇન્ટના વધારા સાથે 67 હજાર 421 પોઇન્ટ પર કારોબાર કરી રહ્યો છે. આજે લાર્સન એન્ડ ટુર્બો, એનટીપીસી, ઇન્ડસઇન્ડ બેંક, એશિયન પેઇન્ટ, સન ફાર્મા, પાવરગ્રીડ, આઇટીસી, રિલાયન્સ, મારુતિ, બજાજ ફાઇનાન્સ, ભારતીય એરટેલ, એચડીએફસી બેંક, ટાટા સ્ટીલ સહિતના શેર્સ ગ્રીન ઝોનમાં ખુલ્યા હતા. જ્યારે ટાટા મોટર્સ, વિપ્રો, એચસીએલ ટેકનોલોજીના શેર રેડ ઝોનમાં ખુલ્યા હતા. તો નીફ્ટી 20 હજાર 194 પોઇન્ટ પર ખુલ્યો હતો. હાલ નીફ્ટી 20 હજાર 257 પોઇન્ટ પર છે.જ્યારે કોમોડીટી માર્કેટમાં 10 ગ્રામ ગોલ્ડનો ભાવ 62 હજાર 500, એક કિલો ચાંદીનો ભાવ 76 હજાર 238 તેમજ ક્રુડ ઓઇલમાં પ્રતિબેરલ ભાવ 6 હજાર 328 રુપિયા ભાવ રહ્યો હતો.
