ભારતનો ઉત્પાદન ક્ષેત્રે નવેમ્બરમાં સારો દેખાવ
Live TV
-
ગ્લોબલ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) ઓક્ટોબરમાં નોંધાયેલ 55.5 થી વધીને 56 થઈ ગયો.
ભારતના મેન્યુફેક્ચરિંગ સેક્ટરે આ વર્ષે નવેમ્બરમાં તેનું મજબૂત પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. મુખ્યત્વે કિંમતના દબાણમાં નોંધપાત્ર ઘટાડો અને મજબૂત માંગને કારણે મેન્યુફેક્ચરિંગ સેક્ટરનું મજબૂત પ્રદર્શન 2024માં ચાલુ રહેવાની ધારણા છે, એવું માસિક સર્વેમાં જણાવાયું છે.
સીઝનલી એડજસ્ટેડ S&P ગ્લોબલ ઈન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ (PMI) ઓક્ટોબરમાં નોંધાયેલ 55.5 થી વધીને 56 થઈ ગયો છે.
S&P ગ્લોબલ માર્કેટ ઇન્ટેલિજન્સ ખાતે અર્થશાસ્ત્રના સહયોગી નિયામક પોલિઆના ડી લિમાએ જણાવ્યું હતું કે; સ્થાનિક અને વિદેશમાં નવા વ્યવસાયને સુરક્ષિત કરવાની કંપનીઓની ક્ષમતા આ ક્ષેત્રની સફળતા માટે કેન્દ્રિય છે. ડી લિમાએ જણાવ્યું હતું કે; સતત નવા ઓર્ડરની વૃદ્ધિ એ પ્રદેશના શ્રમ બજાર માટે સારા સમાચાર છે, ભરતી પણ ઉપર તરફના વલણ પર રહી છે.
આ સર્વે S&P ગ્લોબલ દ્વારા અંદાજે 400 ઉત્પાદકોની પેનલમાં ખરીદી મેનેજરોને મોકલવામાં આવેલ પ્રશ્નાવલીના જવાબો પર આધારિત છે.
