સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર નેગેટીવ ટ્રેન્ડ સાથે ખુલ્યુ
Live TV
-
દેશમાં વધી રહેલા કોરોના સંક્રમણની ભારતીય શેરબજાર પર વિપરિત અસર જોવા મળી છે. આજે સપ્તાહના પ્રથમ દિવસે શેર બજાર નેગેટીવ ટ્રેન્ડ સાથે ખુલ્યુ હતુ. જેમાં સેન્સેક્સ અને નીફ્ટી ખુલતાની સાથે જ તુટવા લાગ્યા હતા. સવારે સાડા દશ વાગ્યા સુધી સેન્સેક્સ 1 હજાર 200 પોઇન્ટ જેટલો ઘટીને 48 હજાર 800 પર પહોંચ્યો હતો. જ્યારે નીફ્ટી 329 પોઇન્ટ તુટીને 14 હજાર 583 થયો હતો. ઉલ્લેખનીય છે કે દેશભરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થવાની સાથે સ્થાનિક ઉદ્યોગો પર વિપરિત અસર થવાની શક્યતા છે. તેના કારણે રોકાણકારો હાલ વેચવાલીના ટ્રેન્ડને અનુસરી રહ્યા છે. જે આગામી સપ્તાહ સુધી યથાવત રહે તેવી શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે.
