શેરબજાર ભારે ઘટાડા સાથે ખુલ્યું, સેન્સેક્સ 336.90 અંક ગગડ્યો
Live TV
-
આજે ભારે ઘટાડા સાથે શેરબજાર ખુલ્યું હતું... શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેક્સ 336.90 અંક તૂટીને 49,799ની સપાટીએ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 82.30 પોઈન્ટના ઘટાડા સાથે 14,762ની સપાટી પર કારોબારમાં રહ્યો હતો... જ્યારે આઈટી., બેન્ક, HDFC ટ્વિન્સના શેર્સ ઘટ્યા છે... બીજી તરફ નિરાશ બજારમાં ફાર્મા શેર્સ મજબુતાઈ બતાવી રહ્યાં છે.. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ સતત ત્રીજા દિવસે તેજી સાથે 2 સપ્તાહની ઉંચાઈ પર રહ્યો છે.. ડીવીસ લેબ., બાઈકોન., સન ફાર્મા જેવા શેર્સમાં ખરીદદારીનો રુઝાન જોવા મળી રહ્યો છે.. બેન્કિંગ સેક્ટર તેમજ પાવર સેક્ટરમાં અને અન્ય સેક્ટરમાં ભરે ઘટાડો જોવા મળ્યો. જયારે બીજી બાજુ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરના શેર નફાના ધોરણે ખુલ્યા. સોનાનો ભાવ 43900એ પોહ્ચ્યો છે.
